શનિવાર, 16 મે, 2015

ગઝલ: કોણ જાણે કેમ ~ વિજય ચલાદરી

ગઝલ: કોણ જાણે કેમ ~ વિજય ચલાદરી


મેં તને આખો સમંદર પાયો હતો,
કિન્તુ સાર તને હવે સમજાયો હતો.


માછલી તરતી નથી આજે પવનમાં,
જીવ એનો ક્યાંક તો અટવાયો હતો.


સોળ ઊઠે રેત પર પગ જેવા હવે,
કોણ જાણે કેમ આ પડછાયો હતો.


સાવ ખાલીખમ્મ શબ્દો અટવાય છે,
અર્થ એનો ક્યાંક તો પટકાયો હતો.


હું જ મારી વાત આગળ ન ધરું 'વિજય',
પથ્થર મને ક્યાંક તો અથડાયો હતો.

~ વિજય ચલાદરી