બુધવાર, 16 મે, 2018

કેટલી પીડા સહી છે પ્રેમમાં,તે પછી જીવાય છે આ જિંદગી.                                    - વિજય ચલાદરી 

શનિવાર, 16 મે, 2015

ગઝલ: કોણ જાણે કેમ ~ વિજય ચલાદરી

ગઝલ: કોણ જાણે કેમ ~ વિજય ચલાદરી


મેં તને આખો સમંદર પાયો હતો,
કિન્તુ સાર તને હવે સમજાયો હતો.


માછલી તરતી નથી આજે પવનમાં,
જીવ એનો ક્યાંક તો અટવાયો હતો.


સોળ ઊઠે રેત પર પગ જેવા હવે,
કોણ જાણે કેમ આ પડછાયો હતો.


સાવ ખાલીખમ્મ શબ્દો અટવાય છે,
અર્થ એનો ક્યાંક તો પટકાયો હતો.


હું જ મારી વાત આગળ ન ધરું 'વિજય',
પથ્થર મને ક્યાંક તો અથડાયો હતો.

~ વિજય ચલાદરી

મંગળવાર, 28 એપ્રિલ, 2015

કવિતા: અમેં પણ પ્રેમ કર્યો છેપ્રેમ અમેં પણ કર્યો છે
એમના જૂઠાં પુષ્પોની સુગંધ માણીને,
લાગણીના ઝેરીલા ડંખ સહીને,
સાથે જીવવા મરવાના કૉલ કોણ નથી કરતું ?
અમેં પણ પ્રેમ કર્યો છે.ક્યારેક આંસુને લાગ્યો 'તો વેદનાનો રંગ
ક્યારેક ઓઠોએ માણ્યો 'તો ચૂંબનનો ઉમંગ
અમેં પણ પ્રેમ કર્યો છે.એમના સ્પર્શથી રોમેરોમમાં જાગેલો પ્રેમ,
થોડી ક્ષણોમાં એક બન્યાં હતાં.
એમના શ્વાસોશ્વાસમાં મોગરાની સુગંધ હતી.
જેણે આજ સુધી મને હસતો રાખ્યો હતો.
પ્રેમમાં સર્વસ્વ અર્પણ કોણ નથી કરતું ?
અમેં પણ પ્રેમ કર્યો છે.અમને છોડીને બીજાનો હાથ ઝાલ્યો,
તડપાવી અમારા દિલને રેણુમાં દફનાવ્યું,
એમણે તો ફૂલની જેમ કેટલાય ભ્રમરોને માણ્યા હશે !
અમેં પણ પ્રેમ કર્યો છે.


~ વિજય ચલાદરી

o

સોમવાર, 27 એપ્રિલ, 2015

ગાંધીબાપુની આરતીજય ગાંધીબાપુ, જય જય ગાંધીબાપુ,
અખિલ વિશ્વ આજે (2) ગુણ તારા ગાતું.
જય જય ગાંધીબાપુ...


સવંત ઓગણીસો પચ્ચીસ, પ્રગટ્યા પોરબંદર,
માતા પુતળીબાઈ (2) કરમચંદ પિતા.
જય જય ગાંધીબાપુ...


સત્ય – અહિંસાની સંગે, વિશ્વ મહીં વ્યાપ્યા,
શાંતિ કેરા પાઠો (2) સૌના દિલમાં વસ્યા.
જય જય ગાંધીબાપુ...


સર્વધર્મ સરખા ગણ્યા, એકાદશ વ્રત ધર્યા,
સૂતા ગામ જગાડ્યાં (2) થયા જગને પ્યારા.
જય જય ગાંધીબાપુ...


ખાદી વિચાર આપ્યો, ચરખો સદાયે ફરતો,
સૂતરના તારે તારે (2) પ્રગટી પ્રેમભાવના.
જય જય ગાંધીબાપુ...


કાળા – ગોરાનો ભેદ, દૂર કરાવ્યો તમે,
દેશમાં અંધકાર વ્યાપ્યો (2) જગવી આઝાદીની જ્યોત.
જય જય ગાંધીબાપુ...


ગોડસે ગોળીઓ મારી, વાગી નહીં તમને,
સત્ય - અહિંસાને વાગી (2) વાગી માનવતાને.
જય જય ગાંધીબાપુ...


સહન કર્યા તમે દુખડાં, બીજાને સુખ આપી,
નાનાં મોટાં સૌ કોઈ (2) યાદ કરે છે તમને.
જય જય ગાંધીબાપુ...


ગાંધીબાપુની આરતી જે કોઈ ગાશે,
ભણે વિજય વિદ્યાપીઠમાં (2) શાંતિ સૌને મળશે.
જય જય ગાંધીબાપુ...

 ~ વિજય ચલાદરી

Rock Climbing करनेवाली नायिका का गीत
देख जरा तु Climbing मेरी कैसा है प्हाडो से नाता ।
पेड पौधे लगते है प्यारे दिल बार बार यही है गाता ।।
Rope Fix करने मेँ जाऊ
याद पीयु कि सतावे ।
Overhand knot लगाऊ
मन Self Anker मेँ बेठ जावे ।।

Climber को विश्वास है मेरी Call Sikvens सही सुनाता ।
पेड पौधे लगते है प्यारे दिल बार बार यही है गाता ।।
Climbing Down करते वक्त
दिल धडकन चूक जावे ।
पांव सही जगह पे पडता
Grips हाथोँ को सजावे ।।

'I am there' के शब्दो को दिल बार बार दोहराता ।
 देख जरा तु Climbing मेरी कैसा है प्हाडो से नाता ।।~ विजय चलादरी

ગઝલ : મારાત આખી જાગનારી મા જ છે,
જાત સાથે જીવનારી મા જ છે.કેટલી પીડા સહી છે એમણે,
જન્મ મારો આપનારી મા જ છે.
હું જ હારી જિંદગીથી ત્યારથી,
હામ પૂરી પાડનારી મા જ છે.
ભૂલથી રસ્તો ન ભૂલું એટલે,
આંખ મારી ખોલનારી મા જ છે.
જે ન 'તું તે મેળવી દીધું મને,
બોલ પડ્યો ઝીલનારી મા જ છે.
 


એકલી એ આંસુને મળતી રહી,
દુ:ખ આવું પામનારી મા જ છે.
રોજ હું પૂજા કરું છું એમની,
રાહ સાચ્ચો ચીંધનારી મા જ છે.~ વિજય ચલાદરી

ગીત: રીંગણના રોપાને રોપતી નાયિકાનું ગીતરીંગણના રોપાને રોપવાને ગઈ એમાં રોપાઈ ગયું છે મારૃં સ્મિત,
એનું લીલુછમ લીલુછમ ગીત.


વરસાદી ફોરાંમાં ભીંજાતાં ભીંજાતાં
ભુલી જવાય આખુ ભાન,
આંખો મીંચાય, પછી ટહૂકા સંભલાય
પછી જાગે છે મારામાં રાન.


દરિયામાં હોય કે હોય ભલે સરિતામાં મારામાં ઉછળવાની રીત,

એનું લીલુછમ લીલુછમ ગીત.
આંગળીમાં પહેરેલી વીંટી જોઉં ને
પછી માપુ હૈયાનો ધબકાર,
વાંકી વળીને પાછી વેઢા ગણું
મારે સપને આવ્યાનો અણસાર.


ખેતરમાં હોઉં કે હોઉં ભલે ઘરમાં છુપાવી છુપાય નહિ પ્રીત,
એનું લીલુછમ લીલુછમ ગીત.


~ વિજય ચલાદરી