શુક્રવાર, 22 જુલાઈ, 2011

Cell phone વાળી નાયિકાનું ગીત







Cell phone વાળી નાયિકાનું ગીત







Sms તારો જોવું Inbox માં વાંચી વાંચીને રાજી થાતી,




ગલગલીયા થાય પણ કે'વાનું કોને ? પાછી હું ય શરમાતી.







Miss call ની Lotery ઓ એવી લાગે




Balance નાં પડી જાય ફાં ફાં,




Second વાળી Scheme ચાલુ હોય




વાતોમાં હોય ખાલી હાં હાં.







Sms free હોય, આંગળીયો બિચારી Send કરીને થાકી જાતી,




ગલગલીયા થાય પણ કે'વાનું કોને ? પાછી હું ય શરમાતી.







Ring tone મારી કોયલનો ટહૂકો




બીજાના Cell phone થી વગાડું,




Screen ઉપર એક Photo તારો હોય




જોઈ જોઈ આંખોને રમાડું.







દિવસમાં એકવાર આવે તારો Call, Battery law થઈ જાતી,




ગલગલીયા થાય પણ કે'વાનું કોને ? પાછી હું ય શરમાતી.







- વિજય ચલાદરી

શુક્રવાર, 15 જુલાઈ, 2011

ગમતી Girl frind નું ગીત




ગમતી Girl frind નું ગીત

College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Brek હું મારું,
વાતોમાં Time એવો વહી જાય, ક્યાંક ઊતરી પડે અંધારું.

Jeans ને T-shirt નું કરે Mathing
એવું મારી એની વચ્ચે થાતું,
Spray ની સુગંધ એવી ફેલાય
ક્યાંક મન Lipsstitk માં સમાતું.

હળવેકથી Smile એ એવી આપે ને હૈયું ભીજાઈ જતું, પ્યારું !
College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Brek હું મારું,

Sunday ની રજા ને Hotel નું ભોજન
મારી ખાધેલી Item એને બહુ ભાવે,
Talkies ને Garden મળવાનું સ્થળ
પાછી સપનામાં રોજ એ આવે.

છૂટ્ટા પડીએ ત્યારે Cell phone કેવો સાચવે સગપણ અમારું,
College ના બાંકડે બઠેલી જોઈ Bike ને Brek હું મારું,

વિજય ચલાદરી


ગઝલ - જાતને ધરતો રહ્યો

પુષ્પ માફક ના ખીલાયું બાગમાં,
એટલે સળગી રહ્યો છું શ્વાસમાં.

ઓ હદય તું પણ હવે જો આ કળા,
દર્દને ગાયા કર્યું છે રાગમાં.

તું ગઝલના જામને અટકાવમાં,
શૂન્યતા વ્યાપી રહી છે પ્યાસમાં.

એટલે પૂછ્યું નથી મૈ કોઈને,
કાફિયા આવી ગયા છે લાગમાં.

જાતને ધરતો રહ્યો આખી સતત,
જો 'વિજય' ઊભો અડીખમ ત્યાગમાં.




-વિજય ચલાદરી

ગીત : જાંબુ ખર્યું ને

ગીત : જાંબુ ખર્યું ને

જાંબુની ડાળ પરથી જાંબુ ખર્યું ને હું તો ઠળિયાને જોઈ રહી એમ,
જાણે મારો પ્રેમ.

હું અંદર અંદરથી કોરતી જાઉં
એવું મારામાં ખળભળતું શું ?
પાંદડું હશે કે પછી પાંદડાની છાયા
મારા શ્વાસોમાં સળવળતું શું ?

તોય પક્ષીની વાતોમાં નામ મારું નઈ ! હવે આંસુ રોકાશે કે કેમ ?
જાણે મારો પ્રેમ.

ઝરમરથી લઇ અને ધોધમાર જોયું 'તું
પૂછશે તો કહીશું પણ શું ?
ઝાઝો ખાટ્ટો નહિ ઝાઝો મીઠ્ઠો નહીં
બસ એવો લાગે છે મને તું .

બાકી શબ્દોમાં રહીને તો પલળી જવાય એવો જાગ્યો છે ઊંડે ઊંડે વ્હેમ,
જાણે મારો પ્રેમ.
-વિજય ચલાદરી


બોરડીનો કાંટો

બોરડીનો કાંટો કેવો નખોદિયો તે જટ્ટ દઈ અંગૂઠે વાગ્યો,
રોમે રોમ વેદનાઓ એવી જાગી ને પછી તાજી યાદોને રંગ લાગ્યો.

હળવેક હળવેક હું તો તો ખેતરના ચાસમાં
લીલોછમ્મ મોલ જોઈ મ્હાલું,
બાજરીના ડૂંડા પર ઉડતું પતંગિયું
હોઠોને ચૂમી લેતું, વ્હાલું !

ઝાકળનો સ્પર્શ મને ગમતો નથી પીયુનો સંગ કેવો માંગ્યો,
બોરડીનો કાંટો કેવો નખોદિયો તે જટ્ટ દઈ અંગૂઠે વાગ્યો,

છાતીએ છુંદાવેલી કોયલના ટહૂકો
હૈયાને ઊંડે ઊંડે વીંધે,
ચૂંદડી યૌવનની સરકી જઈ ને પછી
પીયુ મિલનનો રાહ ચીંધે.

આસો મહિનો મુને લાગે છે આકરો દિવાળીનો દીપ હવે જાગ્યો,
બોરડીનો કાંટો કેવો નખોદિયો તે જટ્ટ દઈ અંગૂઠે વાગ્યો,

વિજય ચલાદરી