મંગળવાર, 28 એપ્રિલ, 2015

કવિતા: અમેં પણ પ્રેમ કર્યો છે



પ્રેમ અમેં પણ કર્યો છે
એમના જૂઠાં પુષ્પોની સુગંધ માણીને,
લાગણીના ઝેરીલા ડંખ સહીને,
સાથે જીવવા મરવાના કૉલ કોણ નથી કરતું ?
અમેં પણ પ્રેમ કર્યો છે.



ક્યારેક આંસુને લાગ્યો 'તો વેદનાનો રંગ
ક્યારેક ઓઠોએ માણ્યો 'તો ચૂંબનનો ઉમંગ
અમેં પણ પ્રેમ કર્યો છે.



એમના સ્પર્શથી રોમેરોમમાં જાગેલો પ્રેમ,
થોડી ક્ષણોમાં એક બન્યાં હતાં.
એમના શ્વાસોશ્વાસમાં મોગરાની સુગંધ હતી.
જેણે આજ સુધી મને હસતો રાખ્યો હતો.
પ્રેમમાં સર્વસ્વ અર્પણ કોણ નથી કરતું ?
અમેં પણ પ્રેમ કર્યો છે.



અમને છોડીને બીજાનો હાથ ઝાલ્યો,
તડપાવી અમારા દિલને રેણુમાં દફનાવ્યું,
એમણે તો ફૂલની જેમ કેટલાય ભ્રમરોને માણ્યા હશે !
અમેં પણ પ્રેમ કર્યો છે.


~ વિજય ચલાદરી

o

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો