સોમવાર, 27 એપ્રિલ, 2015

ગઝલ : મા



રાત આખી જાગનારી મા જ છે,
જાત સાથે જીવનારી મા જ છે.



કેટલી પીડા સહી છે એમણે,
જન્મ મારો આપનારી મા જ છે.




હું જ હારી જિંદગીથી ત્યારથી,
હામ પૂરી પાડનારી મા જ છે.




ભૂલથી રસ્તો ન ભૂલું એટલે,
આંખ મારી ખોલનારી મા જ છે.




જે ન 'તું તે મેળવી દીધું મને,
બોલ પડ્યો ઝીલનારી મા જ છે.
 


એકલી એ આંસુને મળતી રહી,
દુ:ખ આવું પામનારી મા જ છે.




રોજ હું પૂજા કરું છું એમની,
રાહ સાચ્ચો ચીંધનારી મા જ છે.



~ વિજય ચલાદરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો